માનવભક્ષી દીપડાએ અમરેલીના પાણિયાદેવ ગામે 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમરેલીના પાણીયાદેવ ગામે ખેત મજૂરી કરતાં પરિવારની 4 વર્ષની બાળકીનો દીપડાએ જીવ લીધો

Update: 2023-10-28 15:53 GMT

અમરેલીમાં અવારનવાર જંગલી જાનવરોના માણસો પર હુમલો કરવાના બનાવો બનતા આવ્યા છે અને અને સિહો અને દીપડાઓએ અનેક માનવ જિંદગીનો ભોગ લીધો છે આવીજ વધુ એક ઘટના સામે આવી છે જેમાં 4 વર્ષની બાળકીનો આદમખોર દીપડાએ જીવ લીધો છે

અમરેલીના સરસિયા રેન્જના પાણીયાદેવ ગામે દીપડાએ બાળકી પર હુમલો કરતાં બાળકીનું મોત નીપજ્યું છે મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમરેલીના પાણીયાદેવ ગામે ખેત મજૂરી કરતાં પરિવારની 4 વર્ષની બાળકીનો દીપડાએ જીવ લીધો છે. દીપડાના હુમલામાં આરતીબેન વસાવા ઉમર વર્ષ 4નું દીપડના હુમલામાં મોત નીપજ્યું છે હાલ તો વન વિભાગે આદમખોર દીપડાને પાંજરે પુરવા અલગ અલગ ટીમો બનાવી 5 પાંજરા મૂકવામાં આવ્યા છે..

Tags:    

Similar News