પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા હવે પગથીયા નહીં ચઢવા પડે, જુઓ તંત્ર દ્વારા શું કરાયુ આયોજન

યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

Update: 2023-01-19 11:46 GMT

યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

પાવાગઢ મંદિરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે. જેમાં દિવ્યાંગ અને સિનિયર સિટિઝન પણ આવતાં હોય છે. પરંતું રોપ વે બાદ દાદર ચઢવામાં તેમને મુશ્કેલી પડે છે. તે સમસ્યાનું નિરાકરણ લાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી પહોંચવા માટે લિફ્ટના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત મંદિરના ટ્રસ્ટના સુરેન્દ્રભાઈ પટેલ,ટ્રસ્ટી ડૉ. વિજય પટેલ, વિનોદ વરિયા, નિખિલ ભટ્ટ સહિતની ઉપસ્થિતિમાં છાસિયા તળાવ ખાતે લિફ્ટના બાંધકામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. દર્શને આવતાં સિનિયર સિટિઝન અને દિવ્યાંગ ભક્તોને મંદિર પગથિયા ચઢવામાંથી છુટકારો મળે તે માટે મંદિર પ્રશાસન દ્વારા રૂા.20 કરોડના ખર્ચે હાઇ સ્પીડ લિફ્ટ બનશે. જેની ઊંચાઈ 70 મીટર અને ક્ષમતા 20 લોકોની રહેશે. લિફ્ટ બનાવવા માટેની કામગીરી ટેન્ડર પ્રક્રિયા દ્વારા અમદાવાદની ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે. જે એક વર્ષની અંદર બન્નેે લિફ્ટની કામગીરી પૂર્ણ કરશે. હાલ છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી પહોંચવા માટે 450 પગથીયા ચઢવા પડે છે.

Tags:    

Similar News