અમદાવાદ : અભિનેત્રી પાયલ રોહતગીએ ફલેટની મિટિંગમાં કરી ગાળાગાળી

અમદાવાદની સુંદરવન સોસાયટીમાં બનેલી ઘટના. સોસાયટીના ચેરમેને અભિનેત્રી વિરૂધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ.

Update: 2021-06-25 11:25 GMT

યેનકેન પ્રકારે વિવાદોમાં રહેવા ટેવાયેલી અભિનેત્રી પાયલ રોહતગીને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. અમદાવાદની સુંદરવન સોસાયટીના ચેરમેને અભિનેત્રી વિરૂધ્ધ સોસાયટીની બેઠકમાં આવી ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ પોલીસે અભિનેત્રીની ધરપકડ કરી લીધી છે.

અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતી અભિનેત્રી પાયલ રોહતગી ફરી એક વાર વિવાદમા આવી છે.. તેની સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરાગ શાહ નામનાં તબીબે આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ સુંદરવન સોસાયટીમાં પાયલ રોહતગી દોઢ વર્ષથી રહેવા આવી છે. અમદાવાદની સુંદરવન સોસાયટીમાં બનેલી ઘટના

સોસાયટીના ચેરમેને અભિનેત્રી વિરૂધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ20મી જૂનના રોજ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બોલાવવામાં આવી હતી..જેમાં પાયલ રોહતગી સભ્ય ન હોવા છતાં સભામાં આવી પહોંચી હતી. ચેરમેન પરાગ શાહે તેઓના માતાપિતાના નામે ફ્લેટ છે અને તેઓ હાજર છે તેવુ કહીને પાયલને વચ્ચે ન બોલવાની અને તેની કોઈ જરૂર નથી તેવુ કહ્યુ હતુ.

જોકે પાયલે સોસાયટીનાં સભ્યો તેમજ ચેરમેન સાથે બિભત્સ ભાષામાં વાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી..અને સભ્યોને ડરાવવા માટે મોબાઈલમાં વિડિઓ રેકોર્ડ કરવાનુ શરૂ કર્યુ હતુ..જે બાબતે ચેરમેને ના પાડતા ઉશ્કેરાઈને પાયલે ગાળાગાળી કરી હતી..ઘટના બાદ પાયલે સોસાયટીનાં વ્હોટ્સએપ ગૃપમાં બિભત્સ અને અભદ્ર મેસેજ મોકલ્યો હતો.

ત્યારબાદ તેણે સોશિયલ મિડીયા પર સોસાયટીના સભ્યો વિરૂધ્ધ બેફામ લખાણો લખવાની શરૂઆત કરી હતી. વધુમાં રાજસ્થાન પોલીસમાં પણ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક ગુનાહિત વિડિઓ મુકવા બાબતે પાયલ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.. ત્યારે સોસાયટીના બાળકો અને સિનિયર સિટીજન તેના ડરથી ઘરની બહાર ડરી રહયાં છે. સોસાયટીના ચેરમેનની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે પાયલ રોહતગીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News