અમરેલી : સાવરકુંડલા APMCમાં 3 દિવસની હડતાળનો અંત આવ્યો, ધારાસભ્યની અધ્યક્ષતામાં મળી હતી બેઠક

Update: 2023-12-18 14:15 GMT

અમરેલી જિલ્લાના સાવરકુંડલા APMC ખાતે ધારાસભ્ય મહેશ કસવાળાની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી. જેમાં છેલ્લા 3 દિવસની હડતાળનો સુખદ અંત આવ્યો હતો.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા APMCમાં છેલ્લા 3 દિવસની હડતાળનો અંત આવ્યો છે. ધારાસભ્ય મહેશ કસવાળાની અધ્યક્ષતામાં સાવરકુંડલા APMC ખાતે બેઠક યોજાય હતી. આ બેઠક દરમ્યાન વેપારીઓ અને યાર્ડ સત્તાધીશો વચ્ચે ધારાસભ્ય મહેશ કસવાળાએ સુખદ સમાધાન કરાવ્યું હતું. જે દિવસથી જાહેર હરાજી બંધ થઈ, ત્યારે ખેત જણસો લઈને પરત લઈને ગયેલા વેપારીઓ અને ખેડૂતોને ભાડું આપવાની શરતે સમાધાન કરવામાં આવ્યું હતું. જોકે, રાજકિય કાવાદાવા વચ્ચે વેપારીઓએ પાડેલ હડતાળ સમેટાઈ હતી, ત્યારે હવે આવતી કાલથી સાવરકુંડલા APMCમાં રાબેતા મુજબ જાહેર હરાજી શરૂ કરવામાં આવનાર છે.

Tags:    

Similar News