અમરેલી : વાવાઝોડાના કારણે માલધારીઓના નેસડાઓમાં મોટું નુકશાન, સર્વે-સહાયની માંગ ઉઠી..!

બિપરજોય વાવાઝોડાની આફતથી અમરેલી જિલ્લામાં મોટી નુકશાની તો થઈ છે, પણ જ્યા જંગલના રાજા સિંહો વસવાટ કરે છે,

Update: 2023-06-19 11:59 GMT

બિપરજોય વાવાઝોડાની આફતથી અમરેલી જિલ્લામાં મોટી નુકશાની તો થઈ છે, પણ જ્યા જંગલના રાજા સિંહો વસવાટ કરે છે, તેવા જંગલ વિસ્તાર વચ્ચે વસતા માલધારીઓના નેસડાઓમાં પણ ભારે નુકશાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સર્વે કરી સહાય વળતર ચુકવવામાં આવે તેવી માલધારીઓ માંગ કરી રહ્યા છે.

આ છે અમરેલી જીલ્લાના ખાંભા ગીર જંગલમાં જવાનો મુખ્ય માર્ગ... એટલું જ નહિ, ભાણિયા જંગલ થઈને તુલશીશ્યામના ગાઢ જંગલો તરફ જવાનો પણ આ મુખ્ય માર્ગ છે, ત્યારે ખાંભા ગીરના જંગલ વિસ્તારમાં રાજસ્થલી નેસ, રેબડી નેસ, સીર નેસ, પાડાગાળા નેસ, લૉકી નેસ, પડાળીયા નેસ, ગીદરડી નેસ જેવા નેસડામાં માલધારીઓ વસ્યા છે. જેમની આજીવિકા માલઢોરના દૂધ વેચીને પશુપાલકો કાચા ગારા માટીના મકાનોમાં રહી પોતાનું ગુજરાન ચલાવે છે.

Tags:    

Similar News