અમરેલી : ઉનાળાના આરંભે કમોસમી વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ઘેરાયા ચિંતાના વાદળો...

અમરેલી જિલ્લામાં ઉનાળાના આરંભ પહેલા જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી

Update: 2023-03-04 12:04 GMT

અમરેલી જિલ્લામાં ઉનાળાના આરંભ પહેલા જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી, ત્યારે આજે બપોર બાદ એકાએક કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

Full View

હવામાન વિભાગ દ્વારા આગામી તા. 6 અને 7મીએ અમરેલી પંથક સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. આ આગાહી મુજબ અમરેલી જિલ્લામાં આ 2 દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. જોકે મહતમ તાપમાન વચ્ચે બપોર બાદ ધારી પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. ધારીના સુખપુર, કાંગસા, ગોવિંદપુર સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેસર કેરીના ગઢ ગણાતા ધારી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આ સાથે જ ચણા, ઘઉં અને ધાણાના તૈયાર પાકને પણ નુકશાન થવાની ભીતી સેવાય રહી છે. તો બીજી તરફ, સાવરકુંડલા, ખાંભા અને રાજુલા પંથકમાં વરસાદી વાતાવરણથી વાદળો ઘેરાયા હતા, જ્યાં હળવા વરસાદી છાંટા પડતાં સમગ્ર પંથકમાં યથાર્થ ઠરી હતી.

Tags:    

Similar News