અમરેલી : અમરડેરી ખાતે યોજાયો વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કાર્યક્રમ, અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

Update: 2023-09-24 16:02 GMT

અમરેલીમાં અમરડેરી ખાતે યોજાયો કાર્યક્રમ

ગીર ગાય સંવર્ધન પ્રોજેક્ટનું કરાયું ભૂમિ પૂજન

કેન્દ્રીય મંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા કરાયો શિલાન્યાસ

અમરડેરી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં ગીર ગાય સંવર્ધન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન, અમર ઇટી IVF લેબોરેટરી, બાયોગેસ તથા વર્મી કંપોસ્ટ પ્લાન્ટનું શિલાન્યાસ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા, સહિતના નેતાઓના વરદહસ્તે વિવિધ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં 11 સહકારી સંસ્થાઓની એકી સાથે વાર્ષિક સાધારણ સભામાં ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીની સહિત ભાજપના નેતાઓની ખાસ ઉપસ્થિતી રહ્યા હતા. જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વકતવ્ય દરમ્યાન વિશ્વકર્મા જયંતિ અને પ્રધાનમંત્રી મોદી ની વાત કરી હતી સનાતન ધર્મ વિરુદ્ધ રોડા નાખનારા અંગે પણ આડકતરો ઈશારો કરનારા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ દરેક નાના સમાજના લોકો માટે વિશ્વકર્મા યોજના અંગે કારીગરોનો ઉત્સાહ વધારે તેવું માર્મિક ભાષણ કર્યું હતું તો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા એ પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સહકારી ક્ષેત્રમાં આગવી હરનફાળ અંગે પણ અમર ડેરીના વખાણ કર્યા હતા

Tags:    

Similar News