અમરેલી : માંડરડી નજીક ધાતરવડી નદી પર બનેલા નવા પુલમાં ગાબડું, તંત્રએ નવો પુલ બંધ કરી જુનો પુલ શરૂ કર્યો...

રાજુલા તાલુકાના માંડરડી ગામ નજીક નવા બનેલા પુલ પર ગાબડું પડતાં પુલના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠી છે.

Update: 2024-04-24 08:58 GMT

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામ નજીક નવા બનેલા પુલ પર ગાબડું પડતાં પુલના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠી છે.

અમરેલી જિલ્લાના રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર માંડરડી ગામ નજીક થોડા મહિના અગાઉ જ નવા પુલનું કામ પૂર્ણ થયું છે. જોકે, 2 મહિના પહેલા નવનિર્મિત બનેલા ધાતરવડી નદી પર બનેલા આ પુલ ઉપર ગાબડું પડ્યું છે, ત્યારે પુલની કામગીરીમાં લોટ, પાણીને લાકડા જેવો ભ્રષ્ટાચાર થયો હોવાનો આસપાસના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. સરકારના વિકાસના દાવાઓ વચ્ચે નવનિર્મિત પુલમાં ગાબડું પડતાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે. તો બીજી તરફ નવનિર્માણ પામેલા પુલમાં ગાબડું પડતા તંત્ર દ્વારા નવા પુલને બંધ કરી જુનો પુલ વાહનો માટે શરૂ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News