અમરેલી: અંબરીશ ડેર કોંગ્રેસને રામ રામ કરે તો કોંગ્રેસમાં પડશે મોટું ભંગાણ!

લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે અંબરીશ ડેર ભાજપમાં જોડાય જાય એ લગભગ હવે નક્કી છે

Update: 2024-03-04 06:18 GMT

અમરેલી જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ મીડીયા સામે આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે અંબરીશ ડેર ભાજપમાં જોડાશે તો તેમની સાથે કોંગ્રેસનો મોટો સમૂહ પણ કેસરિયા કરશે

લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે અંબરીશ ડેર ભાજપમાં જોડાય જાય એ લગભગ હવે નક્કી છે ત્યારે આ બાબતે અમરેલી જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા પ્રભાત કોઠીવાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે અંબરીશ ડેર ભાજપમાં જોડાશે તો જિલ્લા પંચાયતના અનેક સદસ્યો પણ કેસરિયા કરશે અને એક મોટો સમૂહ ભાજપમાં જોડાય જશે. જેના પગલે અમરેલી કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાય એવી શક્યતા છે.

Tags:    

Similar News