અમરેલી: તંત્રની બેદરકારીના કારણે 20 દિવસથી લાખો લીટર પાણીનો વેડફાટ, જુઓ શું છે મામલો

અમરેલી સાવરકુંડલા રોડ પર મહી પરીયોજનાની લાઈન માથી લાખો લિટર પાણીનો વેડફાટ સામે આવ્યો છે.

Update: 2024-03-10 10:58 GMT

અમરેલી સાવરકુંડલા રોડ પર મહી પરીયોજનાની લાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 20 કરતા વધુ દિવસોથી લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

અમરેલી સાવરકુંડલા રોડ પર મહી પરીયોજનાની લાઈન માથી લાખો લિટર પાણીનો વેડફાટ સામે આવ્યો છે. અમરેલી સાવરકુંડલા રોડ પર ફતેપુર ના પાટીયા પાસે પાઇપ લાઇનમા ભંગાણ સર્જાયું હતું.20 દીવસથી પાણીની પાઇપ લાઇનમા ભંગાણ થતા લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.900 એમ એમ પાઇપલાઇન કરોડોના ખર્ચે બનાવેલ પાઇપ લાઇન તુટી જતા લાખો લિટર પાણી વ્યય જઇ રહ્યું છે.આટલા દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હોવા છતા તંત્ર દ્વારા સમારકામ ન કરાતા કામગીરી પર સવાલો ઉભા થઇ રહયા છે ત્યારે તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે

Tags:    

Similar News