અમરેલી : લીલીયાના MLA મહેશ કસવાળાએ “ગાવ ચલો અભિયાન” અંતર્ગત પ્રચાર પ્રસારનો પ્રારંભ કર્યો...

સાવરકુંડલા-લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાએ “ગાવ ચલો અભિયાન” અંતર્ગત ગામે ગામ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે.

Update: 2024-02-11 11:45 GMT

અમરેલી જિલ્લાના સાવરકુંડલા-લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાએ “ગાવ ચલો અભિયાન” અંતર્ગત ગામે ગામ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે.

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા ગામે ગામ અને શેરીએ શેરીએ “ગાવ ચલો અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નેતાઓ પણ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર અર્થે નીકળ્યા છે. ભાજપના પ્રવકતા અને અમરેલી-સાવરકુંડલા-લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ ગળે થેલી લટકાવીને પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે. 2 દિવસ સુધી રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અગ્રેસર રહીને ડોર ટુ ડોર ઘૂમી રહી છે. લીલિયા વિધાનસભા બેઠકના ગામડાઓમાં ફરીને ધારાસભ્ય મહેશ કસવાળા “ગાવ ચલો અભિયાન” અંતર્ગત કાર્યકર્તાઓના ઘરે ઘરે ફરીને PM મોદીની ગેરંટી અને “અબકી બાર મોદી સરકાર” માટે કમર કસી હતી. જય શ્રી રામના નારા સાથે ફરીવાર મોદી સરકારની હેટ્રીક માટે ભાજપના કાર્યકરો સંગાથે નેતાઓ પણ ફરી રહ્યા છે.

Tags:    

Similar News