અમરેલી : મકાનમાં દીપડો ઘૂસી જતા ભારે અફરાતફરી,વન વિભાગે બેભાન કરી દીપડાને ઝડપી પાડ્યો

અમરેલીના સમઢિયાળા ગામના કાંતિભાઈ કોરાટના ભેંસના ફરજામાં એક દીપડો વેહલી સવારે ઘુસ્યો દીપડો હતો મકાન માલિક ભેંશ દોહતા હતા.

Update: 2024-01-04 12:08 GMT

અમરેલી જિલ્લાના ખાંભા ગીરના મોટા સમઢિયાળા ગામે રહેણાંકી મકાનમાં એક દીપડો ઘુસ્યો હતો અને મકાનના ભેંસોના ફરજામાં ઘૂસી જતાં દીપડાને જોવા ગામ લોકોના ટોળા એકઠા થયા હતા ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને કરી બેભાન કરી પકડી પાડવામાં આવ્યો હતો.

અમરેલીના સમઢિયાળા ગામના કાંતિભાઈ કોરાટના ભેંસના ફરજામાં એક દીપડો વેહલી સવારે ઘુસ્યો દીપડો હતો મકાન માલિક ભેંશ દોહતા હતા એ સમયે જ દીપડો પ્રવેશતા મકાન માલિક દીપડો જોઈને બહાર ભાગ્યા હતા અને દીપડો અને ભેંશ એક ફરજામાં જોવા મળ્યા હતા ત્યારે ભેંશ બાંધવાનો ફરજો બહારથી બંધ કરતા દીપડો બહાર નીકળવાના ધમપછાડા શરૂ કર્યા હતા ને એક તરફ દીપડો બીજી તરફ ભેંસ હોય ને દીપડાએ બહાર નીકળવા ચારે તરફ દોટ મૂકી હતી પણ દીપડો બહાર નીકળી શકવામાં અસમર્થ થયો હતો ને મકાન માલિકે વનવિભાગને જાણ કરી હતી.દીપડો રહેણાંકી વિસ્તારમાં પ્રવેશ્યો હોવાના સમાચાર ગામડાઓમાં ફરી વળતાં દીપડાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ને વનવિભાગના ખાંભા તુલશીશ્યામ રેન્જના આર. એફ.ઓ રાજલ પાઠક સહિત રેસ્ક્યું ટીમ પહોંચી મોટા સમઢિયાળા ગામમાં પોહિચી હતી અને ત્યારે દીપડો ઘરમાં ઘુસતા ગામની અગાસીમાં દીપડાને જોવા ઉમટેલા લોકોને ખાસ તકેદારી કરીને દીપડો નાશી છુટે ને ઈજાગ્રસ્ત કોઈને ના કરે તેની તકેદારી રાખવા ટોળા ને દુર કર્યા હતા બાદ વન વિભાગના ડોકટર વામજા દ્વારા દીપડાને ટ્રાંગ્યુંલાઈજ કરી બેભાન કર્યો હતો બાદ દીપડાને રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો

Tags:    

Similar News