અંકલેશ્વર : JCI દ્વારા મફત સર્વરોગ નિદાન-સારવાર શિબિર યોજાય, મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા

Update: 2022-09-18 11:57 GMT

જેસીઆઈ અંકલેશ્વરના સહયોગથી ઇન્દ્રશીલ કાકા-બા અને કલાબુદ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકા-બા હોસ્પિટલ દ્વારા મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા આયોજિત મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરમાં આંખના રોગ, કમર મણકાના રોગ, હાડકાના રોગ, જનરલ સર્જન, પ્રસુતિ તથા સ્ત્રી રોગ, પ્લાસ્ટિક સર્જન, જનરલ ફિઝિશિયન, લેપ્રોસ્કોપી સર્જન, બાળ રોગ, પેશાબ પથરીના રોગ, દાંતના રોગ સહિતના સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ અંકલેશ્વર પરિવાર માને છે કે, માનવતાની સેવા એ સર્વોચ્ચ ધર્મ છે, જેના ભાગરૂપે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 60થી વધુ ગામમાંથી ગ્રામજનો પોતાના ઈલાજ માટે આવ્યા હતા. જેમાં 2500થી પણ વધુ જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, કાકા‌-બા હોસ્પિટલના ભરતભાઈ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, જેસીઆઈ પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી તેજસ પંચાલ, પ્રોજેક્ટ કોર્ડીનેટર જેસી વલકેશ પટેલ, જેસી ભરત ભાનુશાલી, જેસી શીતલ જાની સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News