અંકલેશ્વર : જી.આઇ.ડી.સીના રેલ્વે સ્ટેશન થી શહેર રેલ્વે સ્ટેશનનેજોડતો રેલવે ફુટ ઓવરબ્રિજ યાત્રીઓ અનેરાહદારીઓ માટે બંધ કરાયો…

Update: 2023-07-14 15:26 GMT

અંકલેશ્વર જી.આઇ.ડી.સીના રેલ્વે સ્ટેશનથી શહેર રેલ્વે સ્ટેશનને જોડતા જુનો આઉટ-ટુ-આઉટ રેલવે ફુટ ઓવરબ્રિજને યાત્રીઓ અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી રાહદારીઓ સહિત રેલ વ્યવહાર માટે જોખમી હોવાથી બ્રિજને આજ અભિપ્રાયો મેળવી બંધ કરવા માટે નિર્ણય લેવાયો હતો.

જુના આઉટ-ટુ-આઉટ રેલવે ઓવરબ્રિજને તોડી પાડી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૧૨ મીટર પહોળા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. વિભાગીય રેલ્વે મેનેજર,વડોદરા વિભાગની સુચના અંકલેશ્વર રેલવે સ્ટેશનના છેડે નિર્માણ પામેલ ફુટ ઓવરબ્રિજ ને વૈકલ્પિક રીતે ઉપયોગ કરાશે.

Tags:    

Similar News