અંકલેશ્વર : મહિલાઓ પણ હવે નીકળી આગળ, વૈશાલી પટવર્ધને બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં મેળવ્યો ત્રીજો ક્રમ

અમદાવાદ ખાતે યોજાયેલ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં અંકલેશ્વરના અંદાડાની રણછોડકૃપા સોસાયટીની વૈશાલી પટવર્ધન ત્રીજા નંબરે વિજેતા

Update: 2022-03-01 15:33 GMT

અંકલેશ્વરના અંદાડાની રણછોડકૃપા સોસાયટીમાં રહેતી પરણિતા વૈશાલી પટવર્ધને સ્ટેટ લેવલ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ત્રીજો રેન્ક હાંસલ કરી ભરૂચ જીલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે

સાંપ્રત સમયમાં પુરષો સાથે મહિલાઓ પણ હેલ્થને લઇ જાગૃત બની છે શરીરને તંદુરસ્ત અને નીરોગી રાખવા માટે હવે જીમમાં પુરષો સાથે મહિલાઓએ પણ હાથ અજમાવ્યો છે અંકલેશ્વરના અંદાડાની રણછોડકૃપા સોસાયટીમાં રહેતા જાણીતા બોડી બિલ્ડર સારંગ પટવર્ધનની પત્ની વૈશાલી પટવર્ધન પતિ સાથે વર્ષ-૨૦૧૭માં અમદાવાદ ખાતે યોજાયેલ મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડીંગ સ્પર્ધા નિહાળવા ગયા હતા જ્યાં તેઓએ મહિલા સ્પર્ધકોને જોતા તેઓએ પણ બોડી બિલ્ડીંગમાં ઉતારવાનું નક્કી કરી લીધું અને બોડી બિલ્ડર પતિના માર્ગ દર્શન હેઠળ ટ્રેનીંગ મેળવી વર્ષ ૨૦૧૯મા વડોદરા ખાતે રમાયેલ સ્ટેટ લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચમો રેન્ક હાંસલ કર્યો હતો જે બાદ ૨૦૨૦માં પણ તેઓ પાંચમાં ક્રમે વિજેતા બન્યા હતા અને ગત રવિવારે અમદાવાદના વાસણા સ્થિત અમન આકાશ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા આયોજિત મિસ્ટર એન્ડ મિસ ગુજરાત-૨૦૨૨ની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ત્રીજો ક્રમ હાંસલ કરી સ્ટેટ લેવલે ભરૂચ જીલ્લા સહીત અંકલેશ્વરનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.જેઓને મિત્રો અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

Tags:    

Similar News