અરવલ્લી: મેઘરજમાં 26 વર્ષીય ગૃહિણીને કરંટ લાગતા મોત,પરિવારમાં શોકનો માહોલ

અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની પણ અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે.

Update: 2023-06-30 08:40 GMT

અરવલ્લી જિલ્લામાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મેઘરજ તાલુકામાં મોટરની સ્વીચ ચાલુ કરવા જતા 26 વર્ષીય ગૃહિણીને કરંટ લાગતા મોત થતાં પરિવારજનો પર આભ તૂડી પડ્યુ હતુ.

અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની પણ અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે. મેઘરજના કુણોલ લાલપુર ગામમાં 26 વર્ષીય મહિલા વરસતા વરસાદમાં પાણી ભરવા મોટરની સ્વીચ ચાલુ કરવા જતા વીજકરંટનો ઝાટકો લાગતા નીચે પટકાતા પ્રાણપંખેરું ઉડી ગયું હતું.મહિલાને વીજકરંટ લાગતા પરિવારજનો સારવાર અર્થે મેઘરજ હોસ્પિટલમાં અને મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.જો કે તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો 

Tags:    

Similar News