અરવલ્લી : વીજળી પડતા 34 ઘેટા-બકરાના મોત, માલધારી પરિવારમાં આક્રંદ...

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય જવાની ઘટનાઓ સામે આવી છે.

Update: 2023-06-29 10:24 GMT

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય જવાની ઘટનાઓ સામે આવી છે. તો બીજી તરફ, અબોલા જીવોની હાલત કફોળી બની છે. ધનસુરામાં 34 ઘેટા-બકરાના મોત નીપજ્યા છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ધનસુરા તાલુકામાં માલધારી પરિવાર પર આફત આવી પડી છે. જામઠા ગામના માલધારી પરિવારના 34 જેટલા ઘેટા-બકરા પર વીજળી પડવાથી મોત થયું છે, જેને લઈને પરિવાર આક્રંદ કરી રહ્યો છે. નેસમાં રહેતા માલધારી પરિવારની ભારે વરસાદ વચ્ચે સ્થિતિ કફોળી બની છે. બુધવારના દિવસે આ પરિવારે કમાલ ગામની સીમમાં ઘેટા-બકરા ચરાવવા ગયા હતા. તે દરમિયાન અચાનક વરસાદ બાદ વીજળી પડતા ઘેટા-બકરાના મોત નિપજ્યા હતા. આજે પણ ધનસુરા પંથકમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પશુપાલકે જણાવ્યું હતું કે, પશુઓના મોતના પગલે સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Tags:    

Similar News