અરવલ્લી: ખેડૂતોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી, સારા ઉત્પાદનની ખેડૂતોને આશા

ખેડૂતોએ લાભ પાંચમના દિવસે બટાટાના વાવેતરની શરૂઆત કરી દીધી છે ત્યારે આ વર્ષે સારૂ ઉત્પાદન થાય એવી ખેડૂતોને આશા છે.

Update: 2023-11-19 06:38 GMT

અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ લાભ પાંચમના દિવસે બટાટાના વાવેતરની શરૂઆત કરી દીધી છે ત્યારે આ વર્ષે સારૂ ઉત્પાદન થાય એવી ખેડૂતોને આશા છે.

દિવાળી વેકેશન બાદ લાભ મૂહૂર્તમાં રોજગાર ધંધા શરૂ થઇ ચૂક્યા છે ત્યારે ખેડૂતો પણ ખેતીવાડીમાં જોતરાઈ ચૂક્યા છે.અરવલ્લી જિલ્લામાં બટાટાનું વાવેતર શરૂ થઇ ગયું છે.14 નવેમ્બરથી 30 નવેમ્બરનો સમયગાળો બટાટાના વાવેતર માટે અનુકુળ માનવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ લાભ પાંચમના દિવસે બટાટાના વાવેતરની શરૂઆત કરી દીધી છે. સમગ્ર ભારતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બટાટા પ્રોસેસિંગ એટલે કે ચિપ્સ બનાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે. અહીંના બટાટા ખૂબ પ્રખ્યાત હોય છે ત્યારે સારી જાતના બટાટા વાવવા માટે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વાવાણી કરવામાં આવી રહી છે.સૌથી વધુ એલ.આર. જાત બટાટા માટે સારી માનવામાં આવતી હોવાનું ખેડૂતોનું માનવું છે,, સો ટકા બટાટાના વાવેતર પૈકી 25 ટકા બટાટા ખાવા માટે તેમજ 75 ટકા બટાટા પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે. જેનાથી ખેડૂતોને સારૂ વળતર મળી રહે છે.હાલ વાવણીમાં જોતરાયેલા બટાટાના ખેડૂતોનો પાક 90 થી 110 દિવસમાં તૈયાર થઇ જશે.આ વર્ષે પણ બટાટાના સારા ઉત્પાદનની જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને આશા છે.

Tags:    

Similar News