અરવલ્લી: મોડાસામાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, ગ્રાહકો સહિત 5 લોકોની અટકાયત

ટાઉન પોલિસ મિલન ગેસ્ટ હાઉસના માલિક રમેશ વાલજી પ્રજાપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Update: 2024-04-02 07:04 GMT

અરવલ્લીના મોડાસામાં બાયપાસ પર મિલન ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલતું હોવાની માહિતીના આધારે ડીવાયએસપી અને ટાઉન પોલીસે ગેસ્ટ હાઉસમાં રેડ કરી દેહ વેપારના અટકાયતી પગલાંના ભાગરૂપે પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર અને ગ્રાહક સહિત પાંચ લોકોની અટક કરી એક વોન્ટેડ આરોપી સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસે રેડ દરમિયાન કુટણખાનું ઝડપી દેહ વેપાર અટકાવવા અને અનૈતિક પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે ગેસ્ટ હાઉસના મેનેજર સંચાલક અને ગ્રાહકો સહિત પાંચ આરોપીઓની અટકાયત કરીને રાજસ્થાનના વોન્ટેડ આરોપી સામે ગુનો નોંધ્યો હતો. ટાઉન પોલિસ મિલન ગેસ્ટ હાઉસના માલિક રમેશ વાલજી પ્રજાપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Tags:    

Similar News