બનાસકાંઠા : રાજ્યકક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વનકવચનું લોકાર્પણ કર્યું

આજે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગ્રીન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Update: 2023-06-05 13:03 GMT

આજે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગ્રીન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 82 સ્થળોએ 10 હેક્ટરમાં 10 લાખ વૃક્ષોના વનકવચ નિર્માણની ગુજરાત સરકારે નેમ લીધી છે, ત્યારે મુખ્યમંત્રીએ અંબાજી ખાતે 10 હજાર રોપાઓના વાવેતર સાથે તેમજ ડ્રોન ટેકનોલોજીથી સીડ બોલના વાવેતર સહિત ગ્રીન કવચનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ "મિશન લાઇફ" અન્વયે પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવી-વૃક્ષોનું વાવેતર-જતન-સંવર્ધન કરીને ગ્રીન કવર વધારવા આહવાન પણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વન વિભાગ દ્વારા લોકોને વાવેતર માટે રોપાઓ સરળતાએ નજીકના સ્થળેથી મળી રહે તે માટે QR કોડ પણ લોંચ કર્યો હતો.

Tags:    

Similar News