ભરૂચ : લાયન્સ ક્વીન્સ દ્વારા થવા આશ્રમ શાળા ખાતે વૃક્ષારોપણ કરાયું

Update: 2021-07-17 13:04 GMT

લાયન્સ કલબ ઑફ અંકલેશ્વર ક્વીન્સની બહેનોએ થવા ગામ મુકામે બી.આર.એસ. કોલેજના મેદાનમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 વૃક્ષો એવા વાવવામાં આવ્યા હતા કે, જે દિવસ રાત વધુ ઓક્સિજન કાઢતા હોય છે, ત્યારે એવા વૃક્ષો વાવી લોકોને ઓક્સિજનની કમી ન પડે તેવા ઉમદા હેતુ સાથે વૃક્ષારોપણ કરી બહેનોએ ઓક્સિજનની ફેકટરી સ્થાપી હતી. સૌકોઈને આ પ્રકારે કુદરતી ઓક્સિજન ઉત્પાદન કરવા નમ્ર અરજ કરી હતી.


"ચાલો શ્વાસ વાવીએ..." થીમ અંતર્ગત લાયન્સ ક્વીન્સ દ્વારા થવા આશ્રમ શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગાંધીજીને સુતરની આંટી પહેરાવીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક માનસિંહદાદા, પ્રમુખ યોગેશ જોષી અને શિક્ષકગણ હાજર રહ્યા હતા.


લાયન્સ કલબના પ્રેસિડેન્ટ લા. ચાર્મી પટેલ, અનિલ પટેલ, ચાટૅર પ્રેસિડેન્ટ ઉષા પટેલ, ઈમીજેટ પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રજ્ઞા રાવલ, સેક્રેટરી સંયુક્તા કાંમ્બલે, ટ્રેઝરર કિરણ નકીલ, ફસ્ટ વી.પી. બિંદુ પંચાલ તેમજ ક્લબની બહેનો હાજર રહી હતી.

Tags:    

Similar News