ભરૂચ : દહેજની યોકોહામા ટાયર કંપનીના 300 કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને હડતાળ..!

ઔદ્યોગિક વસાહત એવા દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપનીના ૩૦૦ જેટલા કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે.

Update: 2024-02-27 11:07 GMT

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહત એવા દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપનીના ૩૦૦ જેટલા કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે.

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપની સાથે વર્ષ 2016થી કંપની સ્થાપિત થયા બાદ કેટલાક કર્મચારીઓને નહિવત ભથ્થામાં કામ કરાવી આગાઉના દિવસોમાં પગાર વધારવામાં આવશે તેમ મૌખિક બાહેંધરી આપી કર્મચારીઓ પાસે કામ કરાવી રહ્યા હતા. કર્મચારીઓના મુખ્ય પ્રશ્નોમાં વેતન, કંપનીની તાનાશાહી તથા કેન્ટીનમાં જમવા બાબતે ઘણી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ સેટલમેન્ટ કે, વાતચીત કરવા મેનેજમેન્ટ આગળ આવ્યું નથી. હાલ કંપનીના કર્મચારીઓએ લેબર કમિશનર તથા ગાંધીનગર લેબર કોર્ટમાં પણ આ મામલે અરજી કરી છે. પણ કંપની તરફથી કોઈપણ પ્રતિઉત્તર આપવામાં આવ્યો નથી, ત્યારે હાલ તો યોકોહામા ટાયર કંપનીના ૩૦૦ જેટલા કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે. કર્મચારી આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

Tags:    

Similar News