ભરૂચ : ઝઘડીયાના રતનપુર ગામે હઝરત બાવાગોર દરગાહે પરંપરાગત ચસ્મો વધાવાયો, ડેડીયાપાડા AAPના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત...

Update: 2023-10-12 15:48 GMT

ઝઘડીયાના રતનપુર ગામે આવેલ દરગાહનો અનેરો મહિમા

હઝરત બાવાગોરની દરગાહે પરંપરાગત ચસ્મો વધાવાયો

ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોર (ગોરીશા બાવા)ની દરગાહનો ચસ્મો એટલે કે, પાણીનો કુંડ વધાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે, જ્યારે હઝરત બાવાગોર દાદા અને તેમના સાથીઓએ આ સ્થળે આવીને આ પહાડ પર મુકામ કર્યો હતો, ત્યારે તેમની પાણીની જરૂર માટે ચસ્માના સ્વરૂપે પાણીનો કુદરતી સ્ત્રોત ઉત્પન્ન થયો હતો. હઝરત બાવાગોરની દરગાહ ભારતભરના શ્રધ્ધાળુઓ માટે પરમ આસ્થાનું પ્રતિક મનાય છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો દરગાહના દર્શનાર્થે આવે છે, અને દર ગુરૂવાર અને રવિવારે દરગાહે મોટું માનવ મહેરામણ ઉમટે છે. બાવાગોર દરગાહની જગ્યાના હાલના ગાદી અધિકારી હઝરત જાનુબાપુ અને વડોદરાના રીફાઇ હઝરત નૈયર બાવાના હસ્તે પરંપરાગત ફુલ ધાણી અને નાળિયેર દ્વારા ચસ્મો વધાવવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ચસ્મો હઝરત બાવાગોર દાદાના સમયથી એટલે કે, 800 વર્ષથી આ પહાડ પર અસ્તિત્વ ધરાવે છે, અને દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે પરંપરાગત પ્રણાલીથી ચસ્મો વધાવવામાં આવે છે, ત્યારે આજરોજ ચસ્મો વધાવવાના દિવસે ભરાયેલ ભવ્ય મેળામાં વિવિધ ચીજવસ્તુઓ તેમજ ખાધ સામગ્રીના સ્ટોલ મંડાયા હતા, અને મેળામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી હતી. આ પ્રસંગે ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચસ્મો વધાવવાનો લ્હાવો લઈ હઝરત બાવાગોર દરગાહ શરીફના દર્શન કરી ધાન્યતા અનુભવી હતી.

Tags:    

Similar News