ભાવનગર : દેશમાં વધતી મોંઘવારી સામે AAPનો વિરોધ

રેલી સ્વરૂપે નીકળેલા કાર્યકરોની પોલીસે કરી અટકાયત.

Update: 2021-07-25 05:53 GMT

સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિત અનેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમા સતત વધી રહેલા ભાવ વધારાના કારણે સામાન્ય માણસની આર્થિક પરિસ્થિતી ભાંગી પડી છે. મોંઘવારીના વિરોધ સાથે દેશભરમાં ધરણાં અને રેલી યોજી લોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેર આમ આદમી પક્ષના કાર્યકરોએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રુડનો ભાવ ઓછો હોવા છતા જે બેફામ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે આસમાને અડતા ભાવ વધારાના વિરોધમાં ભાવનગરના સંત કંવારામ ચોકથી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રેલી સ્વરૂપે કાળા નાળા ચોકમાં પહોચી ધરણા યોજી મોદી સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિરોધ પ્રદર્શનમાં AAP શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશ સોલંકી, દશુભા ગોહિલ, વિપુલ પટેલ, સંજય મોરી, મહિલા પ્રમુખ જાગ્રુતી દિહોરો તેમજ સોનલ પટેલ, કોમલ કોટડિયા સહિત AAPના કાર્યકરો જોડાયા હતા.

જોકે, AAPના કાર્યકરો પાસે રેલીની મંજૂરી ન હોવાના કારણે એ' ડિવિઝન પોલીસે કાળા નાળા ચોક પાસેથી આમ આદમી પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Tags:    

Similar News