ભાવનગર: માર્કેટિંગ યાર્ડ ખાતે અચોકસ મુદ્દત સુધી ડુંગળી લાવવા પર પ્રતિબંધ,જુઓ શું છે કારણ

ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો ભરાવો થઈ જતા અચોક્કસ મુદ્દત માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

Update: 2024-01-25 06:34 GMT

ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો ભરાવો થઈ જતા અચોક્કસ મુદ્દત માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે ડુંગળીની મબલક આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી ભરેલા વાહનો એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા કે માર્કેટિંગયાર્ડની બંને બાજુ ત્રણ ત્રણ કિલોમીટર સુધી ડુંગળીના વાહનોની લાઈનો થઈ ગઈ હતી. જ્યારે ટ્રાફિકને જોતા માર્કેટિંગ યાર્ડમાં પ્રેવશ શરૂ કરવામાં આવ્યો હતો જે સવારના ચાર વાગ્યા સુધીમાં તમામ વાહનો રોડ પરથી પ્રવેશ કરી ચુક્યા હતા.જ્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ભરાઈ જતા નારી ચોકડી ખાતે સબ યાર્ડ શરૂ કરવામાં આવ્યું હતુ તેમ છતાં બન્ને માર્કેટીંગ યાર્ડ છલોછલ ભરાઈ ગયા છે.ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાવનગર સહિત બોટાદ,અમરેલી,રાજકોટ,સુરેન્દ્રનગર,વિસ્તારમાંથી ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો આવતા હોય છે માટે ભાવનગર ડુંગળી વહેંચવાનું હબ પણ ગણવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા ડુંગળીની આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

Tags:    

Similar News