ભાવનગર: સર ટી હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત,પોલીસે તપાસ શરૂ કરી

હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા પોલીસે તપાસ શરૂ કરી

Update: 2023-12-01 06:58 GMT

ભાવનગરની સર ટી હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા પોલીસે તપાસ શરૂ કરી છે ભાવનગરની સર ટી હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતો 20 વર્ષીય જીગર ચૌધરી પોતાના રૂમ નંબર ૪૦૯માં સુતા હતા ત્યારે તા.૩૦મી તારીખના રોજ સવારે તેના મિત્ર જગાડવા જતા જાગ્યા ન હતા વિદ્યાર્થીને તાત્કાલિક સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કરાયો હતો. મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું અચાનક મોત થતા સર ટી હોસ્પિટલના હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Tags:    

Similar News