ભાવનગર: શ્રાવણ માસમાં શિવ અને લંકાપતિ રાવણની અનોખી આરાધના,જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવનગરના એક શિવ ભક્ત દ્વારા દેવાધિદેવ મહાદેવ અને લંકાપતિ રાવણની અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે

Update: 2023-08-22 06:15 GMT

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવનગરના એક શિવ ભક્ત દ્વારા દેવાધિદેવ મહાદેવ અને લંકાપતિ રાવણની અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે

શિવની આરાધનાના પર્વ એવા શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે,શિવભકતો શિવ આરાધનામાં લીન થઇ મંદિરો કે ઘરોમાં પોતાની શ્રદ્ધાભક્તિથી શિવ પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે ભાવનગર શહેરમાં એક શિવભક્તે પોતાના જ ઘરમાં શિવની સ્થાપના સાથે શિવના પરમ ભક્ત રાવણની પણ સ્થાપના કરી છે. રાવણ ખુબ શક્તિશાળીની સાથે સાથે ગુણવાન પણ હતો. જેથી તેના દુર્ગુણ નહિ પણ સદગુણોને પામવા આ શિવભક્ત શ્રાવણમાસમાં શિવ આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.ભાવનગર શહેરના ટોપથ્રી સર્કલ નજીક રહેતા અને ૧૮ વર્ષથી શિવ આરાધના કરતા રવીબાપુએ પોતાના જ ઘરમાં બીલીના ઝાડમાંથી એક ખાસ શિવલિંગ તૈયાર કરાવ્યું છે. આ શિવલિંગની પણ વિશિષ્ટતા એ છે કે તેને વધુ પવિત્ર કરવા તેને માળાના ૧૦૮ મણકાની જેમ ૧૦૮ કલાક માં તૈયાર કર્યું છે એ પણ ૧૨ કિલો વજનની, ૧૨ જ્યોતિર્લીંગને ધ્યાને રાખી આ ૧૨ કિલોના શિવલિંગની પૂજાનો તેમણે પ્રારંભ કર્યો છે. તેમને પોતાના ઘરમાં શિવલિંગની સાથે શિવજીની પ્રતિમા અને શિવના પરમભક્ત એવા દશાનંદ રાવણની પણ સ્થાપના કરી છે.રાવણના દસ માથાનો અર્થ સ્પષ્ટ છે ૧૦ બુરાઈઓથી બચવાનું, જેમાં વાસના, ક્રોધ, લોભ, આસક્તિ, અભિમાન, ઈર્ષ્યા, મનનો અહંકાર, જ્ઞાનનો અહંકાર જેવી બાબતોનો સમાવેશ થાય છે.“શ્રી લંકેશ રાવણ સહિતા” જેવી અનેક પુસ્તકોના શ્લોક સાથે તેઓ રાવણ પૂજા પણ કરી રહ્યા છે. કદાચ ગુજરાતમાં કોઈએ પોતાના ઘરે રાવણની પ્રતિષ્ઠા કરી હોય તેવો આ પ્રથમ કિસ્સો હશે

Tags:    

Similar News