ભુજ : ટીખળબાજોની ટીખળથી મહાત્મા ગાંધીજીનું થયું ઘોર અપમાન

મહાત્મા ગાંધીજીની ભુજના હમીરસર તળાવના કિનારે સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમાને ખંડિત કરાય હોવાની ઘટના સામે આવી છે.

Update: 2022-02-09 11:36 GMT

મહાત્મા ગાંધીજીની ભુજના હમીરસર તળાવના કિનારે સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમાને ખંડિત કરાય હોવાની ઘટના સામે આવી છે. ટીખળબાજોએ પ્રતિમાના માથા પર કાળી ટોપી પહેરાવી દેવાય હતી..

વિશ્વ વિભુતિ મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓ વિશ્વભરમાં સ્થાપિત કરવામાં આવી છે અને ગુજરાતના તો દરેક શહેરમાં ગાંધીજીની પ્રતિમા કે બાવલું તો તમને મળી જ જશે. ભુજમાં પણ હમીરસર તળાવના કિનારે ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ટીખળબાજો વારંવાર આ પ્રતિમાને ખંડિત કરતાં રહે છે. અગાઉ ગાંધીજીના ચશ્માની ચોરી, અંગુઠો તોડી નાંખવા સહિતની ટીખળ ટીખળબાજો કરી ચુકયાં છે. હવે ટીખળખોરોએ તમામ હદ વટાવીને ગાંધીજીની પ્રતિમાને કાળી ટોપી પહેરાવી અંગેજીમાં પાપા લખી ગયા છે.

બનાવની જાણ થતા નગરપાલિકાએ પ્રતિમાની સફાઈ કરાવી હતી.અગાઉ ભુજ નગરપાલિકાએ રૂ.5 લાખના ખર્ચે નવી પ્રતિમા અને તેની ફરતે કાચનું સોકેશ લગાવવાનું નક્કી કર્યું હતું જોકે આ વાતો માત્ર જાહેરાત સુધી જ સીમિત રહેતા વારંવાર ગાંધીબાપુ અપમાનિત થઈ રહ્યા છે.નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે કોઈ વ્યક્તિએ જાણી જોઈને આ કૃત્ય આચર્યું છે કોઈ પાગલ વ્યક્તિનું કામ નથી.આ બનાવ અંગે પોલીસમાં જાણ કરીને સીસીટીવી ચકાસવામાં આવ્યા છે.

Tags:    

Similar News