Breaking news : વડોદરા ભાજપમાં ભૂકંપ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યુ રાજીનામુ

Update: 2024-03-19 03:05 GMT

લોકસભા ચૂંટણી પહેલા વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેને પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ સોંપ્યું છે. તેમણે અંતર આત્માને માન આપીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા વદોડરાના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

ચાર વર્ષ પહેલાં પણ સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારએ જનતાના હિતના કાર્યો તેમની સરકારમાં જ ન થતા હોવાના વિજય રૂપાણી પર ઠીકરા ફોડીને રાજીનામું આપી દીધું હતું. કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને લખ્યો હતો. જોકે, બાદમાં સમજાવટ અને કામો થવાની બાહેધરી આપ્યા બાદ કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું હતું.સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ પણ સરકાર સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. એ સમયે યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ સાથે તેમને મિટિંગ યોજી સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની છેક સરકાર સુધી રજૂઆતો કરી હતી. પ્રજાના વિકાસ કામો માટે ધક્કા ખાવા પડતા હોવાનું જણાવ્યું હતું.

Tags:    

Similar News