ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી રૂ.5 કરોડ 94 લાખની રોકડ રકમ ઝડપાઈ, પોલીસ અને IT વિભાગે તપાસ શરૂ કરી

બુધવારે માવલ ચોકી પરથી બે કાર પકડાઈ હતી, આ બે કારમાંથી 5 કરોડ 94 લાખની રોકડ રકમ મળી આવી હતી.

Update: 2022-10-13 06:27 GMT

ગુજરાતમાં એક તરફ વિધાનસભા ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે બીજી તરફ ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી 5 કરોડ 94 લાખની રોકડ રકમ ઝડપાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

બુધવારે માવલ ચોકી પરથી બે કાર પકડાઈ હતી, આ બે કારમાંથી 5 કરોડ 94 લાખની રોકડ રકમ મળી આવી હતી. રોકડ સાથે અમદાવાદના ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ગુજરાત પોલીસ સાથે જોધપુર આઇટી વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને ક્યાં મોકલવાની હતી તે અંગેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ ઝડપાયાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સતત 8 કલાક મશીન સાથે રોકડ ગણતરી બાદ બંને કારમાંથી રૂ. 5 કરોડ 94 લાખની રકમ કરાઇ જપ્ત કરવામાં આવી છે. ગઇ કાલે ગુજરાત-રાજસ્થાન બોર્ડરની માવલ ચોકી પરથી ગુજરાત પારસીંગ રોકડ ભરેલી બે કાર રોકડ ઝડપાઈ હતી. કારમાં સીટ નીચે કાગળનું પેકેટ બનાવી તેમાં રોકડના બંડલ સંતાડેલા હતા

Tags:    

Similar News