ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું, જુઓ શું હતો સમગ્ર મામલો

વિરમગામના ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

Update: 2023-02-16 08:15 GMT

વિરમગામના ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. પાટીદાર અનામત આંદોલન સમયની સભામાં આચાર સંહિતા ભંગ કેસમાં હાર્દિક પટેલ હાજર ન રહેતા આ કાર્યવાહી કરાઇ છે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલની ધ્રાંગધ્રાના હરિપર ગામમાં સભા યોજાઈ હતી. આ સભામાં આચારસંહિતાનો ભંગ થયો હતો અને આ બદલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. આ મામલે ધ્રાંગધ્રા કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. જેની સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. જેને લઇને કોર્ટે હાર્દિક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ જાહેર કર્યું છે. તો આ તરફ અમદાવાદના નિકોલના વર્ષ 2018નો એક કેસ પણ હાર્દિક પટેલ પર ચાલી રહ્યો છે. જેમાં જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. જેના કારણે કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. જોકે 8મી ફેબ્રુઆરીએ ફરી તેઓ ગેરહાજર રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ટકોર કરી હતી.

Tags:    

Similar News