Covid-19 : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 186 કેસ નોંધાયા

Update: 2023-04-27 16:45 GMT

ગુજરાતમાં હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દૈનિક કેસોમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે. જ્યાં પહેલા 300થી 350ની આસપાસ કેસ સામે આવતા હતા ત્યાં હવે 200ની અંદર કેસ સામે આવવા લાગ્યા છે.

આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 186 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં 74 સામે આવ્યા છે. જ્યારે વડોદરામાં 27 કેસ, સુરત શહેરમાં 17 અને સુરત ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે.

Tags:    

Similar News