Covid-19 : રાજ્યમાં આજે 394 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 59 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે 394 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે

Update: 2021-12-28 17:09 GMT

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે 394 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ 59 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 2,20,086 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 35, વડોદરા કોર્પોરેશનમાં 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર કોર્પોરેશનમાં 7, ખેડામાં 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ કોર્પોરેશન 2, મહીસાગર 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, પંચમહાલ 1, પોરબંદર 1, તાપી 1 અને વડોદરામાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1420 કેસ છે. જે પૈકી 16 વેન્ટીલેટર પર છે, જ્યારે 1404 નાગરિકો સ્ટેબલ છે. 8,18,422 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10115 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે ખેડામાં 1 મોત થયું છે.

Tags:    

Similar News