Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 98 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 69 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 98 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે

Update: 2021-12-24 16:54 GMT

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 98 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ 69 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,18,198 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 લોકોના મોત થયા છે. જ્યારે 1,75,539 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 32, સુરત કોર્પોરેશન 18, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશન 7, કચ્છ 6, વલસાડ 5, ખેડા 3, રાજકોટ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, નવસારી 2, સાબરકાંઠા 2, વડોદરા 2, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1 અને સુરતમાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 694 કેસ છે. જે પૈકી 8 વેન્ટીલેટર પર છે, જ્યારે 686 નાગરિકો સ્ટેબલ છે. 8,18,198 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10111 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમદાવાદ કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશનમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે.

Tags:    

Similar News