ડાંગ : ટેકનોલોજી સપ્તાહ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ઉત્પાદકો બનાવવાની તાલીમ અપાય

ટેકનોલોજી સપ્તાહના પાંચમા અને અંતિમ દિવસે પધ્ધતિ નિદર્શન, વ્યાખ્યાન, કિસાન ડે જેવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા, બદલાતા સમયમા બદલાતી કૃષિ ટેકનોલોજી અપનાવવા ખેડૂતોને અનુરોધ કરાયો હતો.

Update: 2022-12-24 08:32 GMT

કૃષિ વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ એવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ (ડાંગ) દ્વારા ટેકનોલોજી સપ્તાહના પાંચમા અને અંતિમ દિવસે પધ્ધતિ નિદર્શન, વ્યાખ્યાન, કિસાન ડે જેવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા, બદલાતા સમયમા બદલાતી કૃષિ ટેકનોલોજી અપનાવવા ખેડૂતોને અનુરોધ કરાયો હતો.

જોકે, સપ્તાહના પાંચમા દિવસે ખેડૂત ભાઈઓ બહેનોને ચિંચોડ ગામ ખાતે જ ઘરેલુ ઉપાયથી લીમડા આધારિત દવા, અને દેશી ગાયના છાણ–મૂત્રનો ઉપયોગ કરી પ્રાકૃતિક પધ્ધતિથી ખાતર બનાવવાની તાલીમ આપવામા આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વિવિધ તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક કૃષિમા પાક સંરક્ષણના વિવિધ ઘટકો, બીજામૃત બનાવવાની પધ્ધતિ, અને તેના રોગ વ્યવસ્થાપનમા ઉપયોગ, જીવામૃત, ધન જીવામૃત, નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણીઅર્ક, અને સુંઠાસ્ત્ર બનાવવાની પધ્ધતિ અને તેનો રોગ જીવાત વ્યવસ્થાપનમા ઉપયોગ વિષે ઊંડી સમજણ આપવામા આવી હતી. આ સાથે પ્રાકૃતિક કૃષિમા સુક્ષ્મ જીવાણુંઓનો, પક્ષીઓનો ફાળો, આચ્છાદન (મલ્ચીંગ) દ્વારા નિંદાણ વ્યવસ્થાપન, બજાર વ્યવસ્થાપન, ખેત પેદાશો માટે ઓર્ગોનીક ખેતી સર્ટીફીકેશન પધ્ધતિ વગેરે વિષયો ઉપર ખેડૂતોને માહિતગાર કરાયા હતા. તાલીમના અંતે શાકભાજીની કિચન ગાર્ડનની કીટ, અને ફળમાખીના નિયંત્રણ માટે ફળમાખી ટ્રેપ પસંદ કરેલ ખેડૂતોને નિદર્શન સ્વરૂપે આપવામા આવ્યુ હતું.

Tags:    

Similar News