ડાંગ : ગરીબ કલ્યાણ મેળામાં 8136 લાભાર્થીઓને રૂ. 5.14 કરોડના લાભો એનાયત કરાયા...

ડાંગ જિલ્લાના આહવા ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-02-24 10:09 GMT

ડાંગ જિલ્લાના આહવા ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય મંત્રી જીતુ ચૌધરી સહિતના મહેમાનોના હસ્તે ૮૧૩૬ લાભાર્થીઓને રૂ. ૫.૧૪ કરોડના લાભો એનાયત કરવામાં આવ્યા હતા.


Delete Edit


કોરોનાને કારણે ગત બે વર્ષો દરમિયાન મોકૂફ રહેલા ગરીબ કલ્યાણ મેળા અગાઉના મેળાઓમાં જિલ્લાના કુલ ૨૮૭૧૩ લાભાર્થીઓને અંદાજિત રૂ. ૧૦૬.૫૬ કરોડના લાભો એનાયત થઈ ચૂક્યા છે તેમ જણાવતા, મંત્રીએ વર્ષ ૨૦૨૨ના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ.૮૧૩૬ લાભાર્થીઓને રૂ. ૫.૧૪ કરોડના લાભો આપવામા આવી રહ્યા છે તેમ જણાવ્યુ હતું. મંત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લઈને, સૌને વિકાસ સાધવાની પણ આ વેળા અપીલ કરી હતી.

2 Attachments

Tags:    

Similar News