ડાંગ : આહવા ખાતે સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

ભાજપા મહામંત્રી હરીરામ સાવંત, તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Update: 2021-12-31 11:02 GMT

ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે, રાજ્ય સહિત સમસ્ત દેશને સુશાસનના ફળ પહોંચી રહ્યા છે. ત્યારે જરૂરિયાતમંદ માનવીઓને પણ જાગૃતિ સાથે, કલ્યાણલક્ષી યોજનાઓના લાભ લેવાની હિમાયત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારાએ કરી હતી. દંડક રમેશ કટારાએ ગ્રામ પંચાયતોને મળેલી વિશેષ સત્તાના સુચારૂ ઉપયોગ થકી, ગ્રામ વિકાસના કામો, અને યોજનાકીય લાભો પહોંચાડવાની નવનિયુક્ત સરપંચોને અપીલ કરી હતી. પદાધિકારીઓ, કાર્યકરો, સામાજિક અગ્રણીઓને, વહીવટી તંત્ર સાથે એકસૂત્રતા સાધીને પ્રજાકલ્યાણના કામો, યોજનાકીય લાભો પહોંચાડવામા સેતુરૂપ ભૂમિકા ભજવવાની પણ તેમણે હિમાયત કરી હતી. દંડકએ નવનિયુક્ત સરપંચોને ચૂંટણીની અદાવતથી દૂર રહી, સૌના સાથ સૌના વિકાસની નેમ સાથે સાશનધુરા સંભાળવાની પણ અપીલ કરી હતી.

સુશાસન સપ્તાહ ઉજવણીનો ખ્યાલ આપતા, ડાંગના જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતે ત્રિસ્તરીય પંચાયતીરાજ, અને સત્તાના વિકેન્દ્રીકરણ થકી, ગ્રામ પંચાયત જેવા એકમને માતબર સત્તાઓ સોંપીને ગ્રામોત્થાનના વ્યાપક કામો કરવા માટે સક્ષમ બનાવ્યા છે, જે સુશાસનની વિભાવનાને ચરિતાર્થ કરે છે, તેમ આહવા ખાતે જણાવ્યુ હતું. નવનિયુક્ત સરપંચોનુ સન્માન કરીને, ગ્રામ વિકાસની પાયાકિય જવાબદારીઓ, અને જરૂરિયાતોને સુપેરે પાર પાડવા અંગેનું માર્ગદર્શન આપતા પ્રમુખએ, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના માધ્યમથી, છેક છેવાડાના માનવીઓના કલ્યાણની વિભાવના સાર્થક થઈ રહી છે, તેમ જણાવ્યુ હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કમળા રાઉત, ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નિલમ ચૌધરી, આરોગ્ય સમિતિના અધ્યક્ષા હેતલબેન, તાલુકા પંચાયતની સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન દિપક પિંપળે, સરપંચ હરિચંદ ભોયે, ભાજપા મહામંત્રી હરીરામ સાવંત, તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News