ડાંગ : આહવા-પીમ્પરી ખાતે યોજાયા "જાગ્યા ત્યારથી સવાર" નાટક...

કોરોના વેક્સિનેશન કાર્યક્રમ સંદર્ભે પ્રચાર નાટકોના કાર્યક્રમો યોજાયા

Update: 2021-10-29 06:38 GMT

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તકના પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરો, તેમજ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, ગુજરાત દ્વારા કોરોના વેક્સિનેશન કાર્યક્રમ સંદર્ભે પ્રચાર નાટકોના કાર્યક્રમો યોજાયા હતા.

દેશમાં કોરોના રસીકરણનો ૧૦૦ કરોડ ભારતવાસીઓએ લાભ લઇ જાગૃતિ અને જવાબદારી દાખવી છે. જેમનો આભાર પ્રગટ કરવા સાથે વેક્સિન જે લોકો હજુ પણ વેક્સિન લઇ નથી રહ્યા, જાગૃત કરવા સાથે સાચી સમજણ પુરી પાડવા, અને તેઓ આ કાર્યક્રમથી માહિતગાર થાય તેવા બહુવિધ હેતુથી, સરકારશ્રીના પ્રયાસોના ભાગરૂપે સોંગ એન્ડ ડ્રામા ડિવિઝનના કલાકારો એવા શ્રી રાજુભાઇ જોષી એન્ડ કંપની દ્વારા ડાંગ જિલ્લાના પિંપરી અને આહવા બસ સ્ટેન્ડ ખાતે "જાગ્યા ત્યારથી સવાર" નાટ્ય કાર્યક્રમ ભજવી લોકજાગૃતિ કેળવવામાં આવી હતી.

ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીતના માર્ગદર્શન અનુસાર, આયોજિત આ કાર્યક્રમમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. મીતિક્ષા પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડો. કોમલ ખેંગાર, સુપરવાઈઝર એ.બી.પવાર, હેલ્થ વર્કર ઉર્મિલા જાદવ, કલ્પેશ પટેલ સહિતના આરોગ્યકર્મીઓએ ઉપસ્થિત રહી, કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Tags:    

Similar News