દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાત પ્રવાસે, છોટુ વસાવા સાથેની મુલાકાત બાદ ગઠબંધનની સત્તાવાર જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં યોજાનારી જોઇન્ટ કોન્ફરન્સ ઓફ ચીફ મિનિસ્ટર એન્ડ ચીફ જસ્ટિસ ઝ ઓફ હાઇકોર્ટ માં સહભાગી થવા નવી દિલ્હી જશે.

Update: 2022-04-30 06:39 GMT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં યોજાનારી જોઇન્ટ કોન્ફરન્સ ઓફ ચીફ મિનિસ્ટર એન્ડ ચીફ જસ્ટિસ ઝ ઓફ હાઇકોર્ટ માં સહભાગી થવા નવી દિલ્હી જશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ કોન્ફરન્સમાં કાયદા મંત્રી કિરણ રિજ્જુ અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એન. વી. રમણા સહિત દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે.

દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે. આજે રાત્રે તેઓ 9 વાગે સુરત પહોંચશે. અને સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ તેઓ 1 મેના રોજ ભરૂચના વાલિયાખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં આમ આદમી પાર્ટી અને છોટુ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી મહાસંમેલનમાં હાજરી આપશે. જ્યાં તેઓ બીટીપી સાથે ગઠબંધનની પણ જાહેરાત કરશે..ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે ગઠબંધન કરવાનું એલાન કરવામાં આવ્યું છે અને આગામી ચૂંટણી બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. ગઠબંધનની જાહેરાત વખતે ગુજરાત AAP ના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે છોટુ વસાવાએ ગરીબો અને આદિવાસીઓ માટે ગુજરાતમાં લડત આપી છે. ભૂતકાળની સરકારોએ હંમેશા આદિવાસીઓ સાથે અન્યાય કર્યો છે અને એટલે જ આમ આદમી પાર્ટીની છોટુ વસાવા સાથે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આગામી પહેલી તારીખે અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા સંમેલનમાં ગઠબંધનનું એલાન કરશે. 

Tags:    

Similar News