ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં બળવાનો ડર, મોદી- શાહ મેદાનમાં, થોડીવારમાં મંત્રીઓ લેશે શપથ

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરી દેવામાં આવી છે પણ મંત્રીમંડળની રચના પહેલાં ભાજપમાં ડખો થયો છે.

Update: 2021-09-16 04:13 GMT

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરી દેવામાં આવી છે પણ મંત્રીમંડળની રચના પહેલાં ભાજપમાં ડખો થયો છે. વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહેલા સિનિયર આગેવાનોને પડતાં મુકવાની હીલચાલ શરૂ થતાંની સાથે ભાજપની શિસ્તના ધજાગરા ઉડી ગયાં છે. સંભવિત બળવાને ઠાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ દખલગીરી કરવી પડી છે.

શનિવારના રોજથી ગુજરાતના રાજકારણમાં ભુચાળ આવી ગયો છે. વિજય રૂપાણીએ એકાએક મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધાં બાદ 24 કલાકના સસ્પેન્સ બાદ ઘાટલોડીયાના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન એવા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યાં છે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ મેળવવા માટે ધારાસભ્યો દોડધામ કરી રહયાં છે. રૂપાણી સરકારમાં મંત્રી રહી ચુકેલાં કેટલાંય સિનિયર મંત્રીઓના પત્તા કપાય તેવી સંભાવના હોવાથી બળવાના સુર જોવા મળી રહયાં છે. પાટીદાર સમાજને મહત્વ આપી અન્ય સમાજનું મહત્વ ઘટાડવામાં આવી રહયું હોવાનો સુર ઉઠયો છે. ગુજરાતમાં ભાજપની વણસતી સ્થતિને કાબુમાં લેવા હવે દીલ્હીથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળ્યો છે. અમે તમને કેટલાક સંભવિત નામો જણાવી રહયાં છે પટેલ સરકારમાં મંત્રી બની શકે છે.

Tags:    

Similar News