રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી , દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી

Update: 2023-12-05 04:01 GMT

ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તેમજ કમોસમી વરસાદને કારણે ઠંડીનો પારો બેથી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કેટલાક સ્થળોએ છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને નર્મદા, તાપી, સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. 

Tags:    

Similar News