ગાંધીનગર : આજથી 2 દિવસ ડિફેન્સ એક્સપો નાગરિકો માટે ખુલ્લો મુકાયો, રાજનાથસિહે પણ લીધી મુલાકાત

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલ ડિફેન્સ એક્સ્પોમાં સે-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલું પ્રદર્શન શુક્રવારથી 2 દિવસ નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

Update: 2022-10-21 09:15 GMT

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલ ડિફેન્સ એક્સ્પોમાં સે-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલું પ્રદર્શન શુક્રવારથી 2 દિવસ નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપોમાં 3 દિવસ વડાપ્રધાન સહિતના મહાનુભાવોની હાજરીમાં ચાલતા વિવિધ કાર્યક્રમો બાદ શુક્રવારથી નાગરિકોને પ્રદર્શન જોવાનો લ્હાવો આપવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ અહીં મુલાકાત લીધી હતી, અને હથિયારોની પ્રદર્શની નિહાળી હતી. જોકે, પ્રદર્શન જોવા માટે eventreg.in/registration/visitor વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરીને ઈ-ટિકિટ મેળવ્યા બાદ જ પ્રદર્શનમાં પ્રવેશ અપાશે. જેમાં વિનામૂલ્યે ટિકિટ મેળવ્યા બાદ મુલાકાતીઓએ પ્રદર્શન સ્થળના પ્રવેશદ્વાર પર QR કોડ/બાર કોડ સ્કેન કરવાનો રહેશે. ઈ-ટિકિટમાં જે તારીખ હશે, તે તારીખે જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. સરકારે જારી કરેલા ઓળખ કાર્ડ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર આઇડી, પાન કાર્ડ વગેરે રજૂ કરવાના રહેશે. જોકે, 18 વર્ષથી ઉપરના લોકો જ રજિસ્ટ્રેશન કરીને ડિફેન્સ એક્સોના પ્રદર્શનની મુલાકાત લઈ શકશે. સેક્ટર-17માં યોજાઈ રહેલા ડિફેન્સ એક્સ્પોમાં વિવિધ પ્રકારનાં આધુનિક અને સ્વદેશી શસ્ત્રો અને અન્ય વસ્તુઓનું પ્રદર્શન શુક્રવાર અને શનિવાર, એમ 2 દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સંપૂર્ણ સ્વદેશી બનાવટની HTT-40 ટ્રેનર એરક્રાફ્ટ, જે વરસાદમાં તેમજ રાત્રે પણ ઉડાન ભરી શકે છે. વિશ્વનું પ્રથમ એવું એરક્રાફ્ટ છે, જે જમીન પર હોય ત્યારે ચાલુ એન્જિનમાં રિફ્યુલિંગ કરી શકાય છે, તે પણ આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે.

સૈનિકોના શરીરની સંપૂર્ણ સુરક્ષા માટેની બુલેટપ્રૂફ જેકેટ, બેલિસ્ટિક હેલ્મેટ, ટેક્ટિકલ ગ્લોવ્ઝ, ની-પેડ્સ, લેઝર ડેઝલર, મિનિ રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સહિતના સુરક્ષા સાધનો પણ જોવા મળશે. અહી છેલ્લા દિવસે સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. અને મેક ઇન ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરતાં હથિયારો વિષે જાણકારી મેળવી હતી.

Tags:    

Similar News