ગીર સોમનાથ: તંત્ર દ્વારા સિઝ કરાયેલ રૂ.20.61 લાખનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો આ કંપનીનો હોવાનું બહાર આવ્યુ.

વેરાવળ બંદરમાં તંત્રએ બિનવારસુ સીઝ કરેલ 20.61 લાખના ખનીજ અને જ્વલનશીલ પદાર્થ ફિશ હાર્બર બનાવતી આર.કે.એ.સી. પ્રોજેકટ લીમીટેડ કંપની દ્વારા જ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયુ હોવાનું બહાર આવ્યું છે.

Update: 2024-03-04 10:28 GMT

ગીર સોમનાથના વેરાવળ બંદરમાં તંત્રએ બિનવારસુ સીઝ કરેલ 20.61 લાખના ખનીજ અને જ્વલનશીલ પદાર્થ ફિશ હાર્બર બનાવતી આર.કે.એ.સી. પ્રોજેકટ લીમીટેડ કંપની દ્વારા જ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયુ હોવાનું બહાર આવ્યું છે.

સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા વેરાવળ બંદર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના સૂચના મુજબ વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશીએ ટીમ બનાવી ગઈકાલે બંદર વિસ્તારમાં ધામા નાખી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમ્યાન બંદરમાં સરકારી જગ્યાઓ ઉપર પડેલ અનઅધિકૃત સ્ટોરેજ કરેલા ટેટ્રા પોલ, અંદાજે 1500થી 1800 ટન બ્લેક ટ્રેપ, 3000 ટન રેતી આ તમામ જથ્થો અંદાજે કિંમત રૂ.17.28 લાખ તથા ગેરકાયદેસર સ્ટોર કરેલ હેવી ઓઇલ તેમજ ડીઝલ 1200 લીટર ડીઝલનો જથ્થો કિંમત રૂ.1.12 લાખ, અંદાજે રૂ.46,375ની કિંમતનું 260 કિલોગ્રામ ગ્રીસ, અંદાજે રૂ.1.75 લાખની કિંમતનું 720 લીટર હેવી ઓઈલ મળી અંદાજે કુલ રૂ.20.61 લાખનો જુદો જુદો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ સાથે એક ઓવરલોડ ટ્રકને પણ રૂ.12 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Tags:    

Similar News