ગીર સોમનાથ : રૂ. 13 લાખની લોન સામે 33 લાખ ચૂકવ્યા, તો પણ વ્યાજખોરોએ ત્રાસ આપતા યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ઉના તાલુકાના અંજાર ગામમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાન હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યો છે.

Update: 2023-02-25 09:37 GMT

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અંજાર ગામમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાન હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યો છે.

Full View

રાજ્યમાં વ્યાજખોરનો ત્રાસ દિવસેએ દિવસે વધતો જાય છે. જેમાં વ્યાજે નાણા લેનાર વ્યક્તિ પાસેથી તગડું વ્યાજ વસૂલતા વ્યાજખોરો ધાકધમકી આપતા હોય છે, જેથી કંટાળીને નાણાં લેનાર વ્યક્તિ આપઘાત કરવાનો પ્રયાસ કરે છે. તેવામાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અંજાર ગામના વતની યોગેશ જણકાટે વર્ષ 2020માં ઉનાના ગિરનારી ફાઇનાન્સમાંથી 13 લાખ રૂપિયાની લોન લીધી હતી, અને 2.5 વર્ષમાં 33 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ ફાઇનાન્સ પેઢીએ સિક્યુરિટીમાં રાખેલ ચેકમાં રૂપિયા 9 લાખ ભરીને ચેક રિટર્નની ફરિયાદ પણ કરી હતી. એટલું જ નહીં, નાણા લેનાર વ્યક્તિને ફાઇનાન્સ પેઢી દ્વારા વારંવાર મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી, જેથી કંટાળીને યુવકે કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આ યુવાન હોસ્પિટલમાં આઇસીયુના બિછાને સારવાર લઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાના શહેરોમાં ઉચા વ્યાજે લીધેલા નાણાંને ડબલ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો અતિરેક ત્રાસ રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Tags:    

Similar News