ગીર સોમનાથ: ડાકોરમાં ભગવાનના VIP દર્શન માટે ચાર્જ વસૂલાતા ભકતોમાં ભારે નારાજગી,પ્રથા બંધ કરવાની માંગ

પર્યટન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વભરમાંથી યાત્રિકો પર્યટકો ભારે ઉત્સાહ અને આનંદથી જ્યારે આવી રહ્યા છે

Update: 2023-08-27 11:27 GMT

પવિત્ર શ્રાવણ માસ સમયે જ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં "ડાકોરના ઠાકોર" ના દર્શન કરવા માટે વીઆઈપી ચાર્જ વસૂલાતાં સોમનાથમાં યાત્રીઓ પણ નારાજ થયા છે અને આ પ્રથા બંધ કરવાની માંગ કરી રહ્યા છે

પર્યટન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વભરમાંથી યાત્રિકો પર્યટકો ભારે ઉત્સાહ અને આનંદથી જ્યારે આવી રહ્યા છે ત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં આવા લોકો ને "અતિથી દેવોભવ" માની બગદાણા-સોમનાથ- વીરપુર- સાળંગપુર-સત્તાધાર-ભવનાથ જૂનાગઢ સહીત અનેક તિર્થોમા આગતા સ્વાગતા કરવામાં આવે છે ત્યારે આવી સેવા ભાવના વચ્ચે ડાકોરમાં વીઆઈપી દર્શન વેરો શરૂ કરાતા શ્રદ્ધાળુઓમાં કચવાટ ફેલાયો છે.સોમનાથ તીર્થમાં ભાવિકોના પ્રતીભાવ જાણતા ભાવિકો જણાવી રહ્યા છે કે વર્તમાન સમયમાં લોકો અનેક સમસ્યાઓ અને ચિંતાથી ઘેરાયા હોય ત્યારે મનની શાંતિ મેળવવા તીર્થસ્થાનોમાં જતા હોય છે ત્યારે જો દેવોના દર્શન માટે પણ જો વીઆઈપી ચાર્જ ઉઘરાવાય તો એ સમગ્ર ગુજરાત રાજ્ય માટે દુઃખદ ઘટના કહી શકાય અને ડાકોર તીર્થસ્થાન ટ્રસ્ટ દ્વારા તાકીદે આ વીઆઈપી દર્શન વેરો કે જેમાં પુરુષોના 500 રૂપિયા અને મહિલાઓના 250 રૂપિયા તાકીદે બંધ કરાય તેની માંગ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે

Tags:    

Similar News