કોડીનાર તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા 10મો સમૂહ લગ્ન યોજાયો, 27 નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા

કોઇપણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજાયો હતો.

Update: 2024-04-30 07:34 GMT

કહેવાય છે કે, સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે. લગ્નથી 2 પરિવારો એક થતા હોય છે. 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરીને પોતાનો રૂઆબ દેખાડાવાના પ્રયાસમાં લાખો-કરોડો રૂપિયાના આંધણ કરતા હોય છે. તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે, અને સમગ્ર સમાજ એકત્ર થઇ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે.

આવા જ એક સમૂહ લગ્નનું આયોજન કોડીનાર આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 27 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં કોડીનાર, તાલાળા, ઉના તેમજ વેરાવળ તાલુકાના તમામ આહીરના સમાજના આગેવાનો, સભ્યો તથા આહીર અગ્રણીઓ તેમજ કોડીનાર તાલુકાના તમામ આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે, કોઇપણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજાયો હતો. કોઇપણ ભેદભાવ વિના સમગ્ર લોકો એક થઈ એક પરિવારની જેમ પોતાના આંગણે આવેલા આ પ્રસંગને ઉજવ્યો હતો.

Tags:    

Similar News