ગીરસોમનાથ: કુદરતી સૌંદર્ય વચ્ચે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ, સરકાર આપી રહી છે સહયોગ

ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલીવુડને ટક્કર આપે છે

Update: 2023-02-28 06:58 GMT

ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલીવુડને ટક્કર આપે છે ગુજરાતી ફિલ્મો બની રહી છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં ગુજરાતી ફિલમનું શૂટિંગ શરૂ થયું છે

Full View

ગુજરાતી ફિલ્મ એટલે નામ સાંભળતાની સાથે જ જુના ચલચિત્ર મગજમા આવી જાય કે પહેલાના સમયમા ચાલતી ફિલ્મ હાલના યુગને ટકકર ના જ મારી શકે પરંતુ હવે ગુજરાત સરકારના સહયોગ અને ફિલ્મ બનાવવા માટે મળતી મોટી સબસીડીના લીધે બોલીવુડ ફિલ્મોને પણ ટકકર મારે તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે તેવી જ એક ફિલ્મનુ શુટીંગ ગીર વિસ્તારમા હાલમા પણ ચાલુ છે જયા કુદરતી સૌંદર્ય, ખળખળ વહેતી નદીઓ, બળદગાડા, ખેતરો , ઢોરઢાખર , ગામડાના લોકો , જૂનો પહેરવેશ, તળપદી ભાષા ,રાસગરબાની રમઝટ આ સહીતની વસ્તુઓને આવરી લઈ અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટેના પ્રયાસો સાથે ગુજરાતી ફિલ્મનુ શુટીંગ થઈ રહ્યુ છે જેમા ગીરના ગામલોકોનો પણ ખૂબજ સહકાર મળી રહ્યો છે .

Tags:    

Similar News