મહિલા સહિત ત્રણ લોકોના પેટમાંથી મળી સોનાની પેસ્ટની કેપ્સુલ, જાણો શું છે સમગ્ર મામલો...?

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2.6 કિલો સોના સાથે ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે.

Update: 2022-03-23 07:28 GMT

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2.6 કિલો સોના સાથે ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓ અને કસ્ટમ અધિકારીઓએ સરદાર વલ્લભ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 3 મુસાફરોને અટકાવ્યા, જેઓ 20.3.2022ના રોજ દુબઈથી અમદાવાદ આવી રહ્યા હતા. ડીઆરઆઈએ પેહલા મુસાફરોની પૂછપરછ કરી તો તેઓએ સોનું હોવાનો ઇનકાર કર્યો હતો.જોકે, ડીઆરઆઈ અધિકારીઓને તેમના શરીરમાં દાણચોરીનું સોનું છુપાવવામાં આવ્યું હોવાની શંકા હતી.

વધુ પૂછપરછમાં, તમામ મુસાફરોએ દાણચોરીનો માલ શરીરમાં છુપાવ્યો હોવાનું કબૂલ્યું હતું. ત્યારપછી, મુસાફરોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્રણ મુસાફરોના શરીરમાંથી પેસ્ટ સ્વરૂપમાં સોનું ધરાવતી 9 ઈંડાની સાઇઝની બ્લેક કોટેડ કેપ્સ્યુલ મળી આવી હતી. એક્સરે કરતા તપાસમાં એક પુરુષ મુસાફરના શરીરમાં છુપાયેલી બે વધુ કેપ્સ્યુલ મળી આવી હતી. જે પછીથી પુનઃપ્રાપ્ત કરવામાં આવી હતીકુલ મળીને, 1.40 કરોડની બજાર કિંમત ધરાવતી 2661.800 ગ્રામની 11 કેપ્સ્યુલ્સ અને 99% શુદ્ધતાનું સોનું ભારતીય કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે.

પ્રાથમિક તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે, ત્રણેય મુસાફરો સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ માટે કેરિયર તરીકે કામ કરતા હતા જે મુખ્યત્વે ચેન્નાઈથી કામ કરે છે. અધિકારીઓને શંકાને ના જાય તે માટે મુસાફરોએ જતી વખતે તામિલનાડુથી ગયા હતા અને પાછા અમદાવાદ માટે રિટર્ન ફ્લાઈટ બુક કરી. કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તમામ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Tags:    

Similar News