સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર, સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં કરાયો વધારો...

સાબર ડેરી દ્વારા સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાંથી અંદાજિત 28 લાખ લિટર દૈનિક દૂધ સંપાદન કરવામાં આવે છે.

Update: 2023-10-29 12:27 GMT

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ જેટલા પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

તહેવાર ટાણે જ પશુપાલકોને ફાયદો થાય તે માટે સાબર ડેરી દ્વારા ખરીદ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે છે. સાબર ડેરી દ્વારા 830 રૂપિયા પ્રતિ કિલો ફેટે પશુપાલકોને ચૂકવવામાં આવતા હતા જેની સામે દસ રૂપિયા ભાવ વધારો કરતા 840 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવામાં આવશે.

સાબર ડેરી દ્વારા જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં ચાર વખત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યું છે. સાબર ડેરી દ્વારા સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાંથી અંદાજિત 28 લાખ લિટર દૈનિક દૂધ સંપાદન કરવામાં આવે છે. જોકે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ સાબર ડેરી દ્વારા દૂધ ખરીદવામાં આવતું હોય છે તે તમામ દૂધ 45 લાખ લિટર થાય છે, એટલે કે સાબર ડેરી દ્વારા ટોટલ દૈનિક 45 લાખ લિટર દૂધ સંપાદિત કરવામાં આવતું હોય છે.

Tags:    

Similar News