ગુજરાતનાં સરકારી કર્મચારીઓને મળી શકે છે ગિફ્ટ, આઠ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવી શકે છે !

ગુજરાતના આશરે પાંચ લાખ કર્મચારીઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળશે.

Update: 2023-05-18 11:17 GMT

ગુજરાતના આશરે પાંચ લાખ કર્મચારીઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળશે. રાજ્ય સકરારના નાણામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થું જાહેર કરવાની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે આઠ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવી શકે છે. ગત વર્ષની માફક ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવશે. સરકાર જેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મંત્રી ગોપાલ પંડ્યાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને નાણામંત્રીને કર્મચારીઓને જુલાઇ 2022થી જે 34 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તેમાં 4 ટકાનો વધારો કરી 38 ટકા આપવામાં આવે છે અને જાન્યુઆરી 2023થી જે 38 ટકા આપવામાં આવે છે તેમાં 4 ટકાનો વધારો કરી 42 ટકા કરી આપવામાં આવે.

Tags:    

Similar News